આયુર્વેદ

રોગ કોઇપણ હોય ઇલાજ તો ફક્ત આ એક જ…બી.વી. ચૌહાણ સાહેબ.

તમે કદાચ New Diet System / નવી ભોજન પ્રથા (NDS/NBP) નું નામ સાંભળયુ જ હશે ? અને જો ન સાંભળયુ હોય તો જરૂર વિસ્તૃત જાણજો. આ નવી ભોજન પ્રથાની શોધ મુળ અમરેલીના વતની શ્રી બી.વી. ચૌહાણ સાહેબ છે. આ નવી ભોજન પ્રથા અપનાવવાથી કોઈપણ બીમારી અથવા અસાધ્ય રોગો હોય તો પણ ખૂબ જ ઝડપથી કાયમી માટે મટી શકે છે. આ નવી ભોજન પ્રથાની સાથે આખા વિશ્વમાં લગભગ અત્યારે 15 કરોડ લોકો જોડાયેલા છે. આ નવી ભોજન પ્રથા પ્રમાણે અત્યારે 15 કરોડ લોકો જીવી રહ્યા છે. આ ભોજન પ્રથા અપનાવવાથી કરોડો લોકોને જે એલોપેથીક દવા થી મટી ન શક્યા હોય તેવા રોગો ગણતરીના દિવસોમાં જ મટી ગયા. આ ભોજન પ્રથા અપનાવવાથી જે લોકોને શરીરનો વજન વધારે છે તેવા લોકોને એક મહિનામાં ચાર કિલો થી ૧૭ કિલો સુધી ભજન ચોક્કસ ઘટે છે માટે વજન ઉતારવા માટે પણ આ ભોજન પ્રથા ખૂબ જ ફાયદાકારક છે અને સાથે સાથે જે લોકોનું બોડી પાતળું હોય તો વજન વધારવા માટે પણ આ જ પ્રથા ખૂબ જ ફાયદો કરે છે.

કોઇ પણ રોગનું મૂળ પેટ જ છે. માટે શું ખાવું, શું ના ખાવું અને ક્યારે ખાવું અને ક્યારે ના ખાવું. અને શરીરમાં એકઠો થયેલો કચરો (ટોક્સિન) કેવી રીતે બહાર કાઢવો અને ઉપવાસનું મહત્વ આ બધુજ જણીલો તો ક્યારેય કોઈ રોગ થશે નહીં અને જો હશે તો ગણતરીનાં દિવસોમાં જ દુર કરી શકશો.

XYZ બીમારીઓ માટે આ ભોજન પ્રથા આશીર્વાદરૂપ સાબિત થશે. કોઈપણ વ્યક્તિને કોઈ પણ બીમારી હોય તો આ ભોજન પ્રથા થોડા દિવસ માટે ટ્રાયલ બેઝ ઉપર એકવાર અચૂક પ્રયત્ન કરજો. ચોક્કસ ફાયદો થશે અને જો ફાયદો ન થાય તો નુકસાની તો નહીં જ કરે. કાચું તે સાચું, રંધાયું તે ગંધાયું.

નવી ભોજન પ્રથાની  ટૂંકમાં માહિતી  નીચે આપેલી છે. પરંતુ  વિસ્તૃત માહિતી માટે Youtube ઉપર બી. વી. ચૌહાણ સાહેબની શિબિરના અસંખ્ય વિડિયો જોવા મળશે આ વિડીયો અચૂક જોજો જેથી તમને ખ્યાલ આવે કે કેટલાય લોકોને કેવા કેવા રોગોમાં ફક્ત 10 થી 20 દિવસમાં જ સો ટકા  પરિણામો મળેલા છે.

દિનચર્યા :-

રોજ સવારે ૬ થી ૮ કલાક ઉપવાસ –  પાણી, ચા, કોફી, નાસ્તો અથવા દવાઓ પણ આ દરમ્યાન ના લેવી (25 વર્ષ થી ઓછી ઉંમરના લોકો માટે  3 કલાકનો જ ઉપવાસ જરૂરી )

બપોરે 12 વાગે- કોઈપણ ભાજી અથવા ખાવા લાયક લીલા પાંદડાનો રસ પીવો. આ રસમાં જો આંમળાનો થોડો નાંખવામાં આવે તો ઉત્તમ છે. કારણ કે આંમળા પેટ સાફ કરવામાટે ઉત્તમ છે. (ગ્રીન જ્યુસ પછી જ તમારી દવાઓ શરૂ હોય તે લેવી સવારે દવા પણ ના લેવી.)

બપોરે 1 વાગ્યા પછી  ફળ અથવા શાકભાજીનો જ્યુસ પીવો.

બપોર પછી 4 વાગે – સલાડ, ફળો અથવા અથવા સ્પ્રાઉટ્સ (ફણગાવેલું કઠોળ) ખવા. ભુખના પ્રમાણમાં આથવા થોડા ઓછા.

નિરોગી વ્યક્તિએ સાંજે 7 વાગે – 70-80% શાકભાજી ધરાવતું ડિનર, માત્ર 20-30% અનાજ. ખૂબ ચાવી ને ખાવું. અને શરીરમાં કોઈ રોગ હોયતો સાંજે પણ કાચુ જ ખાવું અથવા તેનો રસ પીવો.

રાત્રે 8 વાગ્યાથી બીજા દિવસે બપોરનાં 12 વાગ્યા સુધી 16 કલાક દરમ્યાન મોઢેથી કોઇ પણ ખોરાક કે પણ લેવુ નહીં.

સાપ્તાહિક એકવાર નિર્જળા ઉપવાસ અથવા માસિક ૨ નિર્જળા ઉપવાસ  અથા ફળોના રસ પર સાપ્તાહિક એક ઉપવાસ કરવો. વર્ષ માં બે વાર નવરાત્રી ફક્ત જ્યુસ પર કરવી.

પાણી પણ બપોરે 12 વાગ્યા થી પીવું પછી રાત્રે સુવા જાઓ ત્યાં સુધી જરૂરિયાત મુજબ.(વધારે પાણી પીવું નહીં)

પ્રથમ મહિનામાં ઍનીમા સવારે અને સાંજે બંને વખતે.

બીજો મહિનો સવારે એકઆત્રા સાંજે દરરોજ.

ત્રીજી મહિનો સવારમાં બંધ અને સાંજે દરરોજ.

ચોથા મહિનાથી મહિનાથી અઠવાડિએ 1 થી 2 બે વાર જરૂર લાગે ત્યારે.

દૂધ (પ્રાણીજન્ય) અને દૂધના ઉત્પાદનો,  ખાંડ ,  મીઠું, મેંદો અને તેની બનાવટો ( બેકરી ઉત્પાદનો), ચા,  કોફી, ઠંડા પીણાં, ખાવાનો સોડા, ઈંડા ,માંસાહાર  તદ્દન બંધ કરવા.

તમારી દૈનિક દવાઓ જે લેતા હોવ તે ગ્રીન જ્યુસ પછીજ લેવી. તમારી દવાઓ તમારા ડૉ. સાહેબની સલાહ પ્રમાણે જ ધીરે ધીરે બંધ કરવી.

આ હતી New Diet System / નવી ભોજન પ્રથા (NDS/NBP)ની ટૂંકી માહિતી વિસ્તૃત માહિતી માટે યુટ્યુબ ઉપર મુકેલા બી.વી.ચૌહાણ સાહેબની શિબિર ના વિડીયો જરૂર જોવા. ચૌહાણ સાહેબનું સપનું છે રોગ મુક્ત ભારત બનાવવાનું. માટે આ પોસ્ટને શેર કરવાનું ભુલાય નહિ.

માહિતી તમને કેવી લાગી? તમારો અભિપ્રાય અમને જરૂર જણાવજો.

(a) ખુબ સરસ (b) સરસ (c) ઠીકઠીક

માહિતી આપને પસંદ આવે તો શેર અને લાઈક જરૂર કરજો.

નોંધ: – આ પોસ્ટ ની કોપી કરતાં પહેલા લેખિતમાં અમારી મંજૂરી લેવી ફરજિયાત છે.

12 Comments

Leave a Comment