અજબ ગજબ

ટેસ્ટી સમોસા અને સ્વાદિષ્ટ કાઠીયાવાડી કાજુગાઠિયાનાં શાકની રેસીપી.

કાઠિયાવાડનું જમણ તો સ્વર્ગ યાદ અપાવી દે તેવું છે. તેની વિવિધ રેસિપી જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે. ત્યારે કાઠિયાવાડમાં ઘર ઘરમાં ફેમસ કાજુ ગાઠિયાના શાકની રેસિપી આજે અમે તમને બતાવીશું. આ રેસિપી જોઈને તમને સૌરાષ્ટ્રના ધાબા પર મળતું કાજુ ગાંઠિયાનું શાક યાદ આવી જશે.

બનાવવા માટેની સામગ્રી-> 100 ગ્રામકાજુ, 150 ગ્રામ મરીના ગાઠિયા, 5 નંગ ટામેટાની પ્યુરી, 2 મધ્યમ કદની ડુંગળી બારીક સમારેલી, 12 મોટી કળી લસણ બારીક સમારેલું, 2 મોટા ચમચા આદુ-મરચાં-કોથમીરની પેસ્ટ, 1/2 ચમચી હળદર, 1 કે 1/2 ચમચી લાલ મરચા પાવડર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચપટી હિંગ, જરૂર મુજબ તેલ, 1 ચમચી ઘી, સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત –>  નોનસ્ટિકમાં ઘી ગરમ કરીને તેમાં ધીમી આંચ પર કાજુ શેકી લો. તે આછા ગુલાબી રંગના થાય એટલે ગેસ બંધ કરીને વાડકીમાં કાઢી લો. – હવે એ જ કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળી સાંતળો. ડુંગળી બરાબર લાલ થાય ત્યાર બાદ તેમાં લસણ, આદુ-મરચાં-કોથમીરની પેસ્ટ ઉમેરી તેને ફરીથી સાંતળો. હવે તેમાં હિંગ ઉમેરો. – બધી સામગ્રી બરાબર સાંતળીને થઈ જાય એટલે તેમાં મસાલાઓ ઉમેરી દો. થોડી વાર તેને હલાવતા રહો. – આ મિશ્રણમાં હવે ટામેટાની પ્યુરી એડ કરીને, ઉપરથી થોડુંક પાણી રેડો. – ગ્રેવી બરાબર બની જાય, એટલે તેમાં કાજુ ઉમેરી દો. – આ મિશ્રણ બરાબર બને એટલે છેલ્લી બે મિનીટ પહેલા તેમાં મરીના ગાઠિયા ઉમેરી દો. બે મિનીટ શાકને ચઢવા દો. – બસ તૈયાર છે તમારું કાજુ ગાઠિયાનું શાક. તેને બાજરીના ભાખરી સાથે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.

સમોસા બધાને ભાવે  છે. તેને ખાવાની મજા ત્યારે આવે છે જ્યારે સમગ્ર પરિવાર એક સાથે બેસીને ચાની ચુસ્કી સાથે ગરમા ગરમ સમોસાનો આનંદ ઉઠાવે. આજે અમે તમને ઘરે સમોસા બનાવવાની વિધિ બતાવવા જઈ રહ્યા છીએ.  તેને બનાવવાની રીત ખૂબ સરળ છે.

સામગ્રી – 250 ગ્રામ મેંદો, 60 ગ્રામ તેલ, મીઠુ સ્વાદ મુજબ.

ભરાવણ માટે 400 ગ્રામ બાફેલા બટાકા, અડધો કપ લીલા વટાણા, અડધો કપ પનીર, 2-3 કાપેલા લીલા મરચા,  અડધી ચમચી આદુ, એક ટેબલ સ્પૂન લીલા ધાણા, 2 નાની ચમચી ધાણાજીરુ, થોડો ગરમ મસાલો, 1 નાની ચમચી આમચૂર પાવડર, સ્વાદમુજબ મીઠુ. તળવા માટે તેલ.

બનાવવાની રીત – સૌ પહેલા મેંદામાં તેલ અને મીઠુ નાખીને તેને ગૂંથી લો. ધ્યાન રાખો કે લોટ થોડો કઠણ હોય. ત્યારબાદ બાફેલા બટાકાને કાપી લો કે પછી હાથ વડે મોટા મોટા તોડી લો. હવે તેમા વટાણા, મીઠુ, લીલા ધાણા, આદુ, ધાણા જીરું, ગરમ મસાલો, આમચૂર પાવડર અને પનીર નાખીને સારી રીતે મિક્સ કરી લો.  હવે લોટના લૂવા બનાવી લો અને સંપૂર્ણ રીતે વણી લો. આ વણેલી પૂરીને વચ્ચેથી બે ભાગમાં કાપી લો અને એક ભાગને ત્રિકોણ આકારમાં વાળીને સમોસાના આકારમાં વાળીને પાણી લગાવો. ત્યારબાદ તેમા આલૂનુ મિશ્રણ ભરીને સારી રીતે બંધ કરો જેથી મસાલો બહાર ન નીકળે.  બસ હવે ગરમ ગલમ તેલમાં તળી નાખો એટલે સમોસા તૈયાર.

માહિતી તમને કેવી લાગી? તમારો અભિપ્રાય અમને જરૂર જણાવજો.

(a) ખુબ સરસ (b) સરસ (c) ઠીકઠીક

માહિતી આપને પસંદ આવે તો શેર અને લાઈક જરૂર કરજો.

આપના જીવનમાં દરરોજ ઉપયોગી થાય એવી માહિતી આપને મળતી રહે એ માટે અમારુ આ ગુજરાતી ખજાના https://www.facebook.com/gujaratikhajana/  ફેસબુક પેજ ને લાઈક અને ફોલો કરજો.