આયુર્વેદ

ઉધરસ, ખાંસી અને કફના સરળ ઘરેલુ ઉપચારો.

કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.

કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે.

લીંબુના રસમાં તેનાથી ચાર ગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે.

લવિંગને મોંમા રાખીને ચુસવાથી ઉધરસ મટે છે.

મરીનું ચૂર્ણ સાકર અને ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.

એક ચમચી મધ બે ચમચી આદુનો રસ મેળવીને પીવાથી ઉધરસ મટે છે.

થોડી હિંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવીને પીવાથી ઉધરસ મટે છે.

દ્રાક્ષ અને સાકર મોંમાં રાખીને ચૂસવાથી ઉધરસ મટે છે.

લસણની કળીઓને કચરી પોટલી બનાવી તેની સુગંધ લેવાથી કાળી ઉધરસ અને કફ મટે છે.

લસણના 20 થી 25 ટીપા રસ શરબતમાં મેળવી દિવસમાં ચાર ચાર કલાકના અંતરે પીવાથી કાળી ઉધરસ (હુપિંગ-કફ) મટે છે.

દાડમના ફળની છાલનો ટુકડો મોંમા રાખીને ચૂસવાથી ઉધરસ મટે છે.

થોડો ખજૂર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને નીકળી જશે અને ઉધરસ તથા દમ મટશે.

રાત્રે બહેડાની છાલ મોંમાં રાખી મૂકવાથી ઉધરસ ઓછી આવશે.

રાત્રે મીઠાની કાંકરી મોંમા રાખી મૂકવાથી ઉધરસ ઓછી આવશે.

ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવીને પીવાથી ઉધરસ અને કફ મટે છે.

ફૂદીનાનો રસ પીવાથી ઉધરસ મટે છે.

અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ છૂટો પડી જાય છે.

મીઠું અને હળદરવાળો શેકેલો અજમો જમ્યા પછી મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી મટે છે.

હળદર અને સૂંઠ સવાર સાંજ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.

તાવડીમાં શેકેલી હળદરની ગાંગડી મોંમાં રાખી ચૂસવાથી કફની ખાંસી મટે છે.

નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટે છે.

તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ તથા છાતીનો દુખાવો મટે છે.

રાત્રે થોડાક શેકેલા ચણા ખાઈ ઉપર પાણી પીધા વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે.

અરડૂસી ના પાન ના રસમાં સાથે મધ મેળવીને લેવાથી ઉધરસ મટે છે.

કેળના પાન બાળી ભસ્મ બનાવી તે ભસ્મ 10 ગ્રામની માત્રામાં દિવસમાં ત્રણ વાર મધ સાથે ચાટવાથી ઊટાંટિયામાં રાહત થાય છે.

અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.

બે તોલા આદુના રસમાં મધ મેળવીને પીવાથી કફ મટે છે.

 

કાચા લસણને આખું ને આખું શેકીને અને ફોલીને ખાવાથી ગમે તેવો કફ છૂટો પડે છે અને શ્વાસ, ખાંસી અને ટીબી માં રાહત મળે છે.

તુલસીનો રસ ૩ ગ્રામ આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.

એલચી, સિંધવ, ઘી અને મધ ભેગા કરીને ચાટવાથી કફ મટે છે.

દરરોજ થોડો ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે.

આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતા પહેલા લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.

 

દૂધમાં હળદર, મીઠું અને ગોળ નાંખીને ગરમ કરી પીવાથી કફ મટે છે.

રાત્રે સૂતી વખતે ત્રણચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દુધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.

માહિતી તમને કેવી લાગી? તમારો અભિપ્રાય અમને જરૂર જણાવજો.

(a) ખુબ સરસ (b) સરસ (c) ઠીકઠીક

માહિતી આપને પસંદ આવે તો શેર અને લાઈક જરૂર કરજો.

આપના જીવનમાં દરરોજ ઉપયોગી થાય એવી માહિતી આપને મળતી રહે એ માટે અમારુ આ ગુજરાતી ખજાના https://www.facebook.com/gujaratikhajana/  ફેસબુક પેજ ને લાઈક અને ફોલો કરજો.

2 Comments

Leave a Comment