અજબ ગજબ

5000 મોંઘીદાટ કારની માલિકી ધરાવતો આ રાજા રૂ. 13 લાખમાં કરાવે છે હેરકટ, છેલ્લાં 48 વર્ષથી આ ધનાઢ્ય દેશ પર કરે છે શાસન

દુનિયાના સૌથી નાના દેશોમાંથી એક બ્રૂનેઈને 1 જાન્યુઆરીએ યુકેમાંથી મળી હતી આઝાદી

આજે દુનિયાના મોટાભાગના હિસ્સામાં ડેમોક્રેસી એટલે કે લોકતંત્રનું ચલણ છે. જોકે, આજે પણ અનેક દેશ એવા છે જ્યાં રાજતંત્રની બોલબાલા છે. આવો જ એક દેશ છે બ્રૂનેઈ જે Borneo Island માં સ્થિત છે. દુનિયાના સૌથી નાના દેશોમાંથી એક દેશ બ્રૂનેઈને 1 જાન્યુઆરી 1984માં યુકેમાંથી આઝાદી મળી હતી. બ્રૂનેઈની એક બાજુ મલેશિયા અને બીજી તરફ દક્ષિણ ચીન સાગર છે. પ્રવાસીઓની દ્રષ્ટિએ દક્ષિણ પૂર્વ એશિયાનો આ દેશ સૌથી ધનાઢ્ય દેશ છે. બ્રૂનેઈમાં છેલ્લાં 48 વર્ષથી એક જ રાજા શાસન કરી રહ્યાં છે. તેનું નામ સુલ્તાન હસનઅલ બોલ્કિયા છે. માત્ર 21 વર્ષની ઉંમરમાં સુલ્તાન હસનઅલે બ્રૂનેઈની રાજગાદી સંભાળી લીધી હતી.

બ્રૂનેઈના રાજા તથા તેના મહેલની ખાસિયતોઃ-
– નોંધનીય છે કે, આ રાજપરિવાર અહીં છેલ્લાં 600 વર્ષોથી રાજ કરી રહ્યું છે. બ્રૂનેઈનું શાહી ન્નુરૂલ પેલેસ દુનિયાના વિશાળ શાહી મહેલોમાંથી એક છે. આ પેલેસમાં 2500થી પણ વધારે રૂમ છે. 2 લાખ સ્ક્વેયર ફૂટમાં ફેલાયેલાં આ મહેલની કિંમત 2387 કરોડ રૂપિયા છે. પેલેસના ડોમને 22 કરોડ કેરેટ સોનાથી બનાવવામાં આવ્યો છે. પેલેસમાં 257 બાથરૂમ છે. ન્નુરૂલ પેલેસમાં પાંચ સ્વિમિંગ પૂલ છે.

– તમને જાણીને આશ્ચર્ય થશે કે, સુલ્તાન હલન બોલ્કિયા પાસે વર્તમાનમાં 5000થી પણ વધારે કાર છે. જેમાં 180 BMW, 170 jaguar, 160 Porsche, 150 Mercedes Benz, 130 Rolls Royce, 20 Lamborghini સામેલ છે.

– કાર સિવાય સુલ્તાનને એરોપ્લેનનો પણ શોખ છે. પોતાના આ શોખના લીધે સુલ્તાને એકથી ચઢિયાતા એક પ્લેન ખરીદ્યા છે. તેમાંથી અત્યાર સુધી સૌથી મોંઘા પ્લેનની કિંમત 22 કરોડ ડોલર છે.

– એક રિપોર્ટ પ્રમાણે, સુલ્તાનની કુલ સંપત્તિ 20 અબજ ડોલરથી વધારે ઉલ્લેખવામાં આવે છે. સુલ્તાને અત્યાર સુધી ત્રણ લગ્ન કર્યાં છે. આ ત્રણેય પત્નીઓથી તેમને પાંચ દીકરા અને સાત દીકરીઓ છે.

– સુલ્તાન વિશે ઉલ્લેખવામાં આવે છે કે, તેઓ એક હેરકટ માટે લગભગ 13 લાખ સુધી ખર્ચ કરી દે છે.

Leave a Comment