અજબ ગજબ

જાણો પ્રેમનો એકરાર કરવાની અનોખી અલગ અલગ સ્ટાઈલ વિશે.

પ્રેમના એકરારની અનોખી સ્ટાઈલ

સેક્સી સિંગર ક્રિસ્ટીના એગ્યૂલેરાને બાથરૃમમાં પ્રેમનો એકરાર કરવો ખૂબ ગમે છે. તે પોતાના પ્રેમનો એકરાર કરવા માટે બાથરૃમમાં લિપસ્ટિકના નિશાન સાથે પોતાની લાગણીઓભરી નાનકડી નોટ્સ લખે છે, જેથી પતિ જ્યારે બાથરૃમમાં આવે તો તેની લાગણીઓ જાણી શકે.

કેટલાક પ્રેમી એવા પણ હોય છે, જે પોતાના શરીર પર પ્રેમીનું નામ છૂંદાવીને પોતાના પ્રેમનો એકરાર કરે છે. જેમકે સૈફ અલી ખાને પોતાની ગર્લફ્રેન્ડ હવે બેગમ કરીના કપૂરના પ્રેમમાં હાથ પર ટેટૂ બનાવડાવ્યું હતું. આ રીતથી ઉસ્માન અફજલ પણ ખૂબ ખુશ થયો હતો, તેણે પણ અમૃતા અરોરાના નામનું ટેટૂ પોતાના હાથ પર છૂંદાવ્યું હતું.

દુનિયામાં ક્યારે, ક્યાં અને કોની સાથે તમને પ્રેમ થઈ જાય કંઈ કહી ન શકાય. શરૃઆતમાં કોઈ વ્યક્તિ  આંખોને ગમવા લાગે છે, પછી ધીમે-ધીમે તે તમારા દિલમાં વસી જાય છે. તે પછી શરૃ થાય છે જાત સાથે લડાઈ કે પોતાના પ્રેમનો એકરાર કેવી રીતે કરવો? આવો જાણીએ, કેવી રીતે કરવો પોતાના પ્રેમનો એકરાર.

ડે ઓફ લવ : તમારા પ્રેમીની નજરમાં છલકાતો પ્રેમનો જામ તમે ઘણીવાર જોયો હશે, પણ તે નજર તમારી સામે ન હોય તો તેને તમારા પ્રેમની ખુમારીનો અહેસાસ કેવી રીતે કરાવશો? તેનો સરળ ઉપાય છે, તમારા દિલની લાગણીઓને એસએમએસ દ્વારા પ્રેમનો સંદેશો બનાવીને મોકલી દો તમારા પ્રેમીને. પછી જોજો તમારા પ્રેમની સુગંધ પ્રેમીના દિલમાં કેવી પ્રસરે છે.

આમ તો દરેક દિવસ વેલેન્ટાઈન બની શકે છે અને દરેક પળ પ્રેમનો એકરાર કરી શકાય છે, પણ ખાસ સમયે  તમારી વેલેન્ટાઈનને એક વહાલ વરસાવતો મેરેજ મોકલવાથી સોનામાં સુગંધ ભળશે.

પ્રેમ જીવનનો એ સુંદર અહેસાસ છે, જેને માત્ર અનુભવી શકાય છે. પ્રેમના આ અઢી અક્ષરને સમજવો એટલો જ મુશ્કેલ છે, જેટલું કે દરિયાના ઊંડાણને. એ વાત જુદી છે કે પ્રેમનું આ સપનું જ્યારે હકીકત બને છે ત્યારે પૂરી દુનિયા પરાયી લાગે છે અને દિલમાં માત્ર એકબીજાનો ચહેરો જ દેખાય છે.

જો તમને તમારા પ્રેમ પર વિશ્વાસ હોય, તો વધારે વિચાર કર્યા વગર આંખ બંધ કરો. પછી દિલના ઊંડાણમાંથી જે અવાજ  આવે, તેને કાગળ પર કે એસએમએસ લખીને તમારા પ્રેમીને મોકલી દો.

લગ્નની એનિવર્સરી : લગ્નની એનિવર્સરી પર તમારી પત્નીને સરપ્રાઈઝ તરીકે એ જગ્યાએ ફરવાનું પેકેજ ગિફ્ટ કરો, જ્યાં તમે લગ્ન પછી તમારા હનીમૂન માટે ગયા હતા. ત્યાં એ સુંદર પળોને યાદ કરીને એક વાર ફરી એ જ અંદાજમાં તમારા પ્રેમનો એકરાર કરો.

તમારા સાથીની પ્રશંસામાં બોલાયેલા થોડાં શબ્દો પ્રેમના એકરારથી ઓછા નથી હોતા, કારણ કે તમે તે માધ્યમથી તમારી લાગણીઓ તમારા સાથીને જણાવો છો. તેનાથી તેમને આનંદ થશે કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો અને સમજો છો.

લગ્નની એનિવર્સરી પર તમારા સાથીને તેમના મનગમતાં ફૂલોને બુકે ગિફ્ટ કરો અને તે ફૂલોની વચ્ચે નાનકડી લવનોટ્સ મૂકી દો, જેમાં તમારા સાથીને ખુશીની પળો  આપવા માટે ધન્યવાદ કહો.

જન્મદિવસ : ‘તુમ જિયો હજારોં સાલ, સાલ કે દિન હોં ૫૦ હજાર…’ આ ગીત ભલે ને કોઈ ફિલ્મનું જ કેમ ન હોય, પણ અહીં તો તમારા દિલની લાગણીઓ વ્યક્ત કરે છે. તેનાથી સાથીને અહેસાસ થશે કે તમારા જીવનમાં તેનું કેટલું મહત્ત્વ છે. એટલા માટે તમારી સ્વીટહાર્ટને આ ગીત સમર્પિત કરો.

તમે પરિણીત હો કે પ્રેમી-પ્રેમિકા તમારા સાથી માટે સરપ્રાઈઝ પાર્ટી રાખો,  જેમાં તેમના ખાસ મિત્રો અને શક્ય હોય તો સંબંધીઓને સામેલ કરો. જો તમે તેમનો આ દિવસ કંઈક ખાસ બનાવી દીધો તો તે જોઈને તેમની આંખ ભરાઈ ન આવે તો કહેજો. પછી તો તમારે તમારા પ્રેમનો એકરાર કરવાની પણ જરૃર નથી, કારણ કે એ ખાસ તૈયારીથી તમે મૌન રહીને તમારી લાગણીને વ્યક્ત કરો છો. તે પછી તે પણ પોતાની લાગણીઓ તમને વ્યક્ત કરવાનું નહીં ચૂકે અને તમારાં બંને વચ્ચે પહેલાંથી પણ અનેકગણો પ્રેમ વધી જશે.

તમારા સાથીને સુંદર ઈકાર્ડ્સ પણ મેઈલ કરો. વિવિધ પ્રકારનાં ઈકાર્ડ્સ માઉસની એક ક્લિક કરતાં જ કમ્પ્યૂટર સ્ક્રીન પર મળશે. યાહૂ મેઈલ હોય કે ગૂગલ, ડે ઓફ લવ, બર્થ ડે, એનિવર્સરી માટે દરેક પર એકથી એક ચડિયાતા ઈકાર્ડ્સ ઉપલબ્ધ છે. યાહૂ મેસેન્જર પર ૧૨૩ ગ્રીટિંગ્સ પર લોગ ઓન કરીને તમે ફ્રી ગ્રીટિંગ્સ ફોર ધ પ્લેનેટના માધ્યમથી ઈકાર્ડ્સ મેઈલ કરી શકો છો, જેમાં તમે જન્મદિવસની શુભેચ્છાઓની સાથે તમારા પ્રેમનો એકરાર પણ કરી શકો છો.

તમારી ગર્લફ્રેન્ડને જન્મદિવસ સાથે ઊજવવાનું કહો, જ્યાં તમારા બંને સિવાય કોઈ ન હોય. તે પછી ફિલ્મી સ્ટાઈલમાં તેમનો જન્મદિવસ ઊજવો.

ઘૂંટણ પર ઝૂકીને તેને જન્મદિવસની શુભેચ્છાઓ આપો અને તમારા પ્રેમનો એકરાર કરો. રેસ્ટોરન્ટમાં તેમના જ જન્મદિવસનું ગીત ટયૂન કરાવો અને બધાને કેક વહેંચો. તેનાથી તે સ્વયંને સ્પેશિયલ સમજશે. શક્ય હોય તો કેન્ડલ લાઈટ ડિનર કરો.

ઘરનાં સભ્યોએ લગ્ન માટેની મંજૂરી આપી હોય તો જન્મદિવસ પર આ જ ગિફ્ટ આપો. તે સાંભળીને ગર્લફ્રેન્ડની ખુશીનો પાર નહીં રહે અને તમારી આ ગિફ્ટ આજીવનયાદ રાખશે કે પછી કોઈ એવી વાત જેને મનાવડાવવા તે તમારી પર ઘણી વાર દબાણ કરી ચૂકી હોય, પણ તમે ન માનતા હો, હવે માની જાઓ. આ દિવસ તેમના માટે યાદગાર બની જશે કે જન્મદિવસે તમે તેમની વાત માની. જેમકે, જો તેમને તમે જીન્સ પહેરો એ પસંદ હોય અને તમે ન પહેરતા હો, તો તે દિવસે તેમને ખુશ કરવા માટે પહેરી લો કે પછી એવો કોઈ કોર્સ, જે તમારા માટે સારો હોય, કરવાનું કહેતા હોય, પણ તમે ટાળી દેતા હો, તો  આજે હા પાડી દો. તેમની ખુશી બેવડાઈ જશે.

માહિતી તમને કેવી લાગી? તમારો અભિપ્રાય અમને જરૂર જણાવજો.

(a) ખુબ સરસ (b) સરસ (c) ઠીકઠીક

માહિતી આપને પસંદ આવે તો શેર અને લાઈક જરૂર કરજો.

આપના જીવનમાં દરરોજ ઉપયોગી થાય એવી માહિતી આપને મળતી રહે એ માટે અમારુ આ ગુજરાતી ખજાના https://www.facebook.com/gujaratikhajana/  ફેસબુક પેજ ને લાઈક અને ફોલો કરજો.

Leave a Comment