આયુર્વેદ

જાણો હળદરવાળુ દૂધ તો સ્વાસ્થ્ય માટે ગોલ્ડન મિલ્ક છે.

હળદરવાળું દૂધ છે ગુણકારી

દૂધ અને હળદર બન્ને આરોગ્ય માટે ખૂબ લાભકારી છે.પરંતુ 

બન્નેને એકસાથે લેવામાં આવે તો તેનો લાભ બમણો  થઈ જાય છે. હળદર  એંટીબાયોટિક હોય છે તો બીજી બાજુ દૂધમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. આવો જાણીએ ગરમ દૂધમાં હળદર નાખી પીવાના શું ફાયદા  થાય છે.

ઘામાં રાહત 

જો તમને વાગ્યુ  હોય તો હળદરવાળું દૂધ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ દુ:ખાવામાં પેન કિલરનું  કામ કરે છે અને ઘા માં રાહત આપે છે.

હાડકા મજબૂત કરવામાં સહાયક 

દૂધમાં કેલ્શિયમ હોય છે અને હળદરમાં એંટીઆક્સીડેંટ ,આથી હળદરવાળું દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે અને શરીરની પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે.

જાડાપણું ઓછા કરવામાં ફાયદાકારક 

હળદર વાળું દૂધથી શરીરમાં રહેલી વધારાની ચરબી ઓછી થાય છે. એમાં રહેલા પોષક તત્વ વજન ઘટાડવામાં મદદ કરે છે.

ઉંઘ

જો તમને ઉંઘ ના આવતી હોય કે ઠીકથી ઉંઘી ન આવતી હોય તો સૂવાના અડધા કલાક પહેલાં હળદરવાળું દૂધ પીવો. આ તમને સારી ઉંઘ આપશે અને ઉંઘ ન આવવાની સમસ્યા પણ દૂર થશે.

કેન્સર અને ગઠીયા

હળદરનું  દૂધ કૈસરથી બચાવ કરે છે. આથી બ્રેસ્ટ ,સ્કિન ,લંગ પ્રોસ્ટેટ કૈંસરનું જોખમ ઓછુ થઈ જાય છે. કૈસર સિવાય ગઠિયા રોગમાં પણ રાહત આપે છે. હળદરનું  દૂધ  સાંધા અને માંસપેશિયોને લચીલો બનાવે છે. જેથી દુ:ખાવો ઓછો થાય છે.

લોહી સ્વચ્છ 

હળદરવાળા દૂધથી લોહીમાં રહેલી અશુદ્ધિયોને દૂર કરી શકાય છે. આથી બ્લ્ડ સર્ક્યુલેશન ઝડપી થાય  છે. જેથી દુખાવામાં રાહત મળે છે.

ગળામાં રાહત ગળામાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો દૂર કરે છે.

શરદી શરદી ઉધરસ કફ અને દમ માં પણ દરરોજ હળદર વાળુ દૂધ પીવાથી ચોક્કસ ફાયદો થાય છે. હળદર એક એન્ટિબાયોટિકનું કામ કરે છે

એકવાર ફિલ્મી સ્ટાર અક્ષય કુમાર ને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે તમારી ફિટનેસ રાજ શું છે તો તેના જવાબમાં અક્ષય કુમારે કહ્યું હતું કે હળદરવાળું દૂધ એ જ મારી ફિટનેસ નુ રાજ છે. હું હળદરવાળું દૂધ દરરોજ પીવું છું.

  માહિતી તમને કેવી લાગી? તમારો અભિપ્રાય અમને જરૂર જણાવજો.

(a) ખુબ સરસ (b) સરસ (c) ઠીકઠીક

માહિતી આપને પસંદ આવે તો શેર અને લાઈક જરૂર કરજો.

આપના જીવનમાં દરરોજ ઉપયોગી થાય એવી માહિતી આપને મળતી રહે એ માટે અમારુ આ ગુજરાતી ખજાના https://www.facebook.com/gujaratikhajana/  ફેસબુક પેજ ને લાઈક અને ફોલો કરજો.

1 Comment

Leave a Comment