અજબ ગજબ ગુજરાત

બહુચરાજીના ખેડૂતનો કમાલ: બાગાયતી ખેતી કરી કમાય છે અઢળક રૂપિયા

બહુચરાજી પંથકના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. બહુચરાજીના કરણપુરાના એક ખેડૂતે પોતાના 10 એકર ખેતરમાં દાડમની ખેતી કરી મબલખ કમાણી મેળવી છે.

બહુચરાજી પંથકમાં આમ તો જમીનની ગુણવત્તા પ્રમાણે કોઈ બાગાયતી ખેતી કરતું ન હતું, અહીં ખેડૂતો ઘઉં, એરંડા, કપાસ તેમજ જીરૂંની ખેતી આ પંથકના ખેડૂતો કરતા આવ્યા છે. કાળી મજૂરી કરી ખેડૂતો આ પ્રકારની ખેતી કરી સારું ઉત્પાદન તો કરે છે, પરંતુ પોષણક્ષમ ભાવ ના મળતા મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવે છે. જ્યારે બહુચરાજી તાલુકાના કરણપુરાના એક ખેડૂતે બાગાયતી ખેતીનો પ્રયોગ કરી અન્ય ખેડૂતોને પ્રેરણા આપે તેવો ઊંચી કમાણીનો વિક્રમ પણ સર્જ્યો છે. કરણપુરા ગામના અરવિંદભાઈ પટેલ નામના ખેડૂતે પોતાના 10 એકર ખેતરમાં દાડમ વાવી મબલખ કમાણી કરી આ ખેડૂતે અન્ય ખેડૂતોને પણ બાગાયતી ખેતી તરફ વળવા પ્રેરણા આપી છે.

અરવિંદભાઈ પટેલે આજથી સાત વર્ષ પહેલાં બનાસકાંઠામાં તેમના કોઈ ખેડૂત મિત્રએ દાડમની ખેતીની સલાહ આપી હતી. અરવિંદભાઈને દાડમની ખેતીની વાત સમજાતા તેમણે પોતાના 10 એકરમાં દાડમ વાવી અને આજે સમયાંતરે 25 થી 30 લાખની આવક ઓછી મહેનતે મેળવી છે. અરવિંદભાઈનું માનવું છે કે એક વાર આ દાડમ ઉછેર્યા પછી 20 વર્ષ સુધી મબલખ કમાણી ચાલુ રહે છે. તેમને પ્રથમ વર્ષ 7 લાખ, બીજા વર્ષે 15 લાખ તો ચાલુ વર્ષે છોડ મોટા થતા 25 થી 30 લાખની આવક 70 ટન માલનું ઉત્પાદન અને આવક થઈ છે.

અરવિંદભાઈ અનેક વાર બનાસકાંઠાની મુલાકતે આવતા ત્યારે ત્યાંના શામળાભાઈ નામના ખેડૂત સાથે મુલાકાત થઈ હતી. લાખણીના ખેડૂતે અરવિંદભાઈને બહુચરાજી પંથકમાં દાડમની બાગાયતી ખેતીની શરૂઆત કરાવી હતી. હાલ અરવિંદભાઈ આ વર્ષે 30 લાખ ની કમાણી કરી છે જે આવતી સીઝનમાં બમણી થશે.

Leave a Comment