Uncategorized ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

31મીની ઉજવણીઃ યુવતીઓ પણ પીધેલી પકડાઇ, વલસાડમાં પોલીસ સ્ટેશનો હાઉસફૂલ

ગુજરાતીઓએ મન મૂકીને 31મી ડિસેમ્બરની ઉજવણીની સાથે સાથે નવા વર્ષને આવકાર્યું હતું. નવા વર્ષની ઉજવણી દરમિયાન પ્રોહિબિશનના અનેક કેસ નોંધાયા છે. વલસાડ પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરતા 650થી વધારે લોકોને ઝડપી પાડ્યા છે. અમદાવાદમાં પણ 200થી વધારે પ્રોહિબિશનના કેસ થયા છે. પોલીસે પકડેલા પીધેલાઓમાં ફક્ત પુરુષો જ નહીં પણ મહિલાઓ પણ સામેલ છે. વલસાડમાં તો એવી હાલત થઈ હતી કે પોલીસ સ્ટેશનો ‘હાઉસફૂલ’ થઈ ગયા હતા

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આખું વર્ષ, માંગો એ દિવસે માંગો એ બ્રાન્ડનો દારૂ ઉપલબ્ધ હોય છે તેમાં પોલીસની સીધી સાંઠગાંઠ છે એ જગજાહેર છે. એક રીતે કોન્સ્ટેબલથી માંડી આઈપીએસ સુધી બધા અંદરખાને તો દારૂની રેલમછેલ રહે તે જ ઈચ્છતા હોવાની છાપ છે. આઈપીએસ અધિકારીની આવી જ હૈયાની વાત જાણે હોઠે આવી ગઈ હોય તેવી એક ઘટનામાં શહેરના સેક્ટર-૨ જેસીપી અશોક યાદવે એક ટ્વિટ કરી ‘દારૂબંધીને જાકારો આપો’ એવી લોકોને હાકલ કરતાં મોટો વિવાદ સર્જાયો હતો. કેટલાય ટ્વીટરાટીએ ધ્યાન દોરતાં ભાંગરો વટાયાનું ભાન થતાં આઈપીએસ કક્ષાના આ અધિકારીએ પોતાનું આ ટ્વિટ ડીલીટ કરી દેવામાં જ શાણપણ રાખ્યું.

સામાન્ય રીતે કોઈ સારી ફિલ્મના કેસમાં સિનેમાઘર બહાર હાઉસફૂલના પાટિયા જોવા મળે. પરંતુ 31મી ડિસેમ્બરની રાત્રે વલસાડ જિલ્લામાં દારૂપીને રાજ્યમાં પ્રવેશતા એટલા લોકો પકડાયા કે પોલીસ સ્ટેશનો હાઉસફૂલ થઈ ગયા. ગુજરાતમાં વલસાડ પોલીસે પીધેલાઓ સામે સૌથી મોટી કાર્યવાહી કરી છે. 31મી ડિસેમ્બરના રોજ જિલ્લામાં 650થી વધારે લોકોને નશાની હાલતમાં પકડવામાં આવ્યા છે. આ લોકોને રાખવા માટે પોલીસ સ્ટેશનો ઓછા પડી ગયા હતા. જે તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે પોલીસ સ્ટેશનમાં પગલ મૂકવાની પણ જગ્યા બચી નથી

વર્ષ 2018નો ગઇ કાલે છેલ્લો દિવસ હતો એટલે 31 ડિસેમ્બર, અને 31 ડિસેમ્બરની રાતે યુવાનો ઉજવણીમાં મસ્ત બન્યા હતા તો ત્યાં જ કેટલાક યુવાનો નશો કરવામાં વ્યસ્ત હતા. દારૂબંધી ગણાતા ગુજરાતમાં 31 stની રાતે દારૂની રેલમછેલ બોલી હતી. રાજ્યમાં 100થી વધુ લોકો દારૂના નશામાં ઝૂમતાં ઝડપાયા હતા.

31મી ડિસેમ્બર અને નવું વર્ષ કેટલાક લોકો દારૂ પીને ઉજવતા હોય છે આવા દારૂડિયાઓને ઝડપવા શહેરમાં પોલીસે સાંજથી જ ચેકીંગ શરૂ કર્યું છે. રોડ પર પસાર થતા વાહન ચાલકોને રોકી બ્રેથ એનાલાઈઝર વડે તપાસવાનું શરૂ કરી દીધું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની ઐસી કી તૈસી થઇ છે. પોલીસના દાવા વચ્ચે દારૂડિયાઓએ ધૂમ મજા માણી હતી અને પોલીસના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કર્યુ હતું રાજ્યમાં અત્યાર સુધી પોલીસે 600થી વધુ પીધેલાઓને પકડ્યા છે.

વલસાડમાં સૌથી વધુ 600 લોકો નશાની હાલતમાં ઝડપાયા

સુરતમાં દારૂ અંગેના 178 કેસ નોંધાયા

અમદાવાદમાં 174થી વધુ દારૂના કેસ નોંધાયા

બનાસકાંઠામાં દારૂ અંગેના 281 કેસ નોંધાયા

નવસારીમાં 50થી વધુ દારૂ પીધેલા ઝડપાયા

સાબરકાંઠામાં 10 નશાની હાલતમાં ઝડપાયા

દેવભૂમિ દ્ગારકા જિલ્લામાં 6 પીધેલા ઝડપાયા

અરવલ્લીમાંથી 49 લોકો નશાની હાલતમાં ઝડપાયા

Leave a Comment